ગીરધારી આવો રે મારે ઘેર ગાજતાં જો૩/૪

પદ ૧૮૩૯ મું.૩/૪
 
ગીરધારી આવો રે મારે ઘેર ગાજતાં જો;મારો વહાલોજી છે શોભાના સુર જો.  ગીરધા. ટેક
શોભા તો જોઇ મેં સુંદર શ્યામની જો;દુઃખડા મારા ભાગ્યા છે દૂર જો.  ગીરધા. ૧
માથે રે મુગટ રે હરિને ફૂલનો જો;ફૂલડાના પેર્યા છે સુંદર હાર જો.
ઝીણીને પછેડી શોભે ફૂલની જો;જોઇને મોહી છે નગ્રની નાર જો.  ગીરધા. ૨
કેસરને ચંદને રે અંગ લેપન કર્યા જો;ચાંદલિયામાં ચોખાની છે ભાત જો.
બાજુ ને કાજુરે તોરા લટકતાં જો;ખાંતીલાને જોયાની છે ખાંત જો.  ગીરધા. ૩
સરખા ને શોભેરે સહુ ગોવાળિયા* જોઃ.ગાતા આવે હળવા હળવા ગીત જો.
પ્રેમાનંદનો સ્વામી સુંદર શ્યામળો જો;ચોરી લે છે નરનારીનાં ચિત્ત જો.  ગીરધા. ૪

*”ગોવાલીડા “ પાઠ છે. 

મૂળ પદ

અલબેલા આવો રે આજ મારે આંગણે જો, પુરો મારા હૈડાની હામ જો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી