ગુણવંતા રે કે ગોઠડલી કીજે;આવો એકાંતે રે કે આલિંગન લીજે.૧/૮

પદ ૧૮૪૧ મું.-રાગ ગરબી૧/૮
 
મારા વહાલજી આવો રે કે કરીએ વાતલડી એ ઢાળ.
 
ગીરધર ગુણવંતા રે કે ગોઠડલી કીજે;આવો એકાંતે રે કે આલિંગન લીજે. 
મનડું મારું તલખે રે કે મોહન મળવાને ;કોઇને નથી દેતી રે કે જીવન કળવાને . 
આવોને ઓરા રે કે મન મારું લાગે;મનડાંની વાતું રે કે કહીયે તમ આગે. 
રસિયા રસ પાવો રે કે વહાલા પધારીને;તમ ઉપર તન મન રે કે નાખું વારીને. 
આ જીવિત મારું રે કે જીવન તમ કાજે;કોઇથી નથી બ્હીતી રે કે લોક તણી લાજે. 
મેં તો જનમ ધર્યો છે રે કે તમને વરવાને;વહાલા પ્રેમસખીના રે કે રાજી કરવાને.  ૬ 

મૂળ પદ

ગુણવંતા રે કે ગોઠડલી કીજે;આવો એકાંતે રે કે આલિંગન લીજે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી