આવોને વહાલા રે કે લાલા નંદતણા૪/૮

 પદ ૧૮૪૪ મું.૪/૮

આવોને વહાલા રે કે લાલા નંદતણા; સહુને છો સોંઘા રે કે અમને મોંઘા ઘણા.      
પહેલી પ્રીત લગાડી રે કે પ્રીતમજી પ્યારી; હવે નવ રહી રે કે નટવરજી ન્યારી.     
હું તો ચરણકમળની રે કે દાસી છું તારી; મનગમતું કરજો રે કે ગુણવંત ગિરિધારી.
હળવા રહી આવો રે કે મળવા હેત કરી; કરના લટકાંપર રે કે વહાલમ જાઉ મરી    
મોહન મોહીછું રે કે મીઠાં વેણાંમાં; રંગભીના આવો રે કે રાખું નેણામાં.                  
રસિયાજી રસ વાધ્યો રે કે રમતાં રસ રીતે; વહાલા પ્રેમસખીના રે કે પુરવની પ્રીતે.

મૂળ પદ

ગુણવંતા રે કે ગોઠડલી કીજે;આવો એકાંતે રે કે આલિંગન લીજે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી