જારે લંપટ દાસીના વહાલા, તેને પાસે જા તું નંદલાલા.૯/૧૪

પદ ૧૯૦૭ મું.૯/૧૪
 
જારે લંપટ દાસીના વહાલા, તેને પાસે જા તું નંદલાલા. 
કપટી નિર્લજનું શું છે હ્યાં કામ, જા તું પાછો તે દાસીને ધામ. 
કઠણ વચન બોલી રાધા પ્યારી, કાઢી મેલો લંપટ ગીરધારી. 
દાસી કહે જાઓ જગદીશ, હમણે રાધાને ચડી છે બહુરીસ. 
એક કહે સાંભળો અલબેલા, આવડી માનીતી કરી કેમ છેલા. 
એક કહે સુંદરવર કાન, લાગો પગે રાખો એનું માન. 
પ્રેમસખી કહે નાથ ગીરધારી, મન માની મોજ હવે મળશે સારી.  ૭ 

મૂળ પદ

સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદર વર નંદલાલાની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી