ઓરા આવોને વારી જાઉં લાલ રે, નંદના નંદનજી૧/૪

પદ ૧૯૪૮ મું.-રાગ-ગરબી ૧/૪
ઓરા આવોને વારી જાઉં લાલ રે, નંદના નંદનજી;

જોઇ મોહી તમારી ચાલ રે, નંદના નંદનજી. 

મુખ બોલો મધુરાં વેણ રે, નંદના નંદનજી;

રૂડા લાગે અણીઆળા નેણ રે, નંદના નંદનજી. 

કર્યા તીલક કેસરના ભાલ રે, નંદના નંદનજી;

રૂડા શોભો છો રસિક રસાલ રે, નંદના નંદનજી. 

ગળે પહેર્યા છે ફૂલડાના હાર રે, નંદના નંદનજી;

જોઇ મોહી છે વ્રજની નાર રે, નંદના નંદનજી. 

ઓઢી ઉભા છો સુંદર રેંટો રે, નંદના નંદનજી;

મુને એમના એમ આવી ભેટો રે, નંદના નંદનજી. 

એક વિનતિ અમારી ઉર ધારજો રે, નંદના નંદનજી;

પ્રેમસખીને મા વિસારજો રે, નંદના નંદનજી. 

 

મૂળ પદ

ઓરા આવોને વારી જાઉં લાલ રે, નંદના નંદનજી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી