ઉભા રે અલબેલો રે વહાલો, જીવન જમુના તીરે રે૧/૪

 પદ ૧૯૫૯ મું.-રાગ ગરબી ૧/૪

ઉભા રે અલબેલો રે વહાલો, જીવન જમુના તીરે રે;
કેસરખોર કરેલી રે રૂડી, સુંદર શ્યામ શરીરે રે.
પાઘડલી પેચાળી રે બાંધી, ડોલરીયે મન હરવા રે;
મોરલડી મરમાળી રે વાયે, વ્રજનારી વશ કરવા રે.
છોગલિયા લટકાવ્યાં રે છેલે, પેહેર્યા હાર હજારી રે;
બાજું કાજું બાંધ્યા રે હાથે, બાનકની બલિહારી રે.
હસતા હસતા હેરે રે સામું, પ્રીતમ કરવા પ્રીતિ રે;
શોભેરે શામળિયો રે વહાલો, કેશવ કામને જીતી રે.
વાંસલડી વાયને રે વહાલે, ચિત્ત હરીને લીધું રે;
પ્રેમાનંદને વહાલે રે કાન, ગોકુલ ઘેલું કીધું રે.
 

મૂળ પદ

ઉભા રે અલબેલો રે વહાલો, જીવન જમુના તીરે રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી