કામણ મુજને કીધાં રે બેની, કાના કામણગારે રે૪/૪

પદ ૧૯૬૨ મું.૪/૪

કામણ મુજને કીધાં રે બેની, કાના કામણગારે રે ;

મનડું મારું લીધું રે એને, નેણાને નજારે રે . 

સાંમો મુજને મળિયો રે વહાલો, નંદરાયની શેરી રે;

લટકાં કરતાં આવે રે કેશવ, ચાંખડીયું રૂડી પેરી રે. 

નંદકુંવરને જોઇ રે હું તો, લાજ કરી શરમાણી રે ;

અલબેલે આવીને રે મારી, નવરંગ ચુનડી તાંણી રે. 

આંખડલીને ચાળે રે મારા, દલડાને ડોલાવ્યું રે ;

હસતું મુખડું જોઇ રે મારા, મનડાંમાં ઘણું ભાવ્યું રે. 

હાસસહિત અલબેલો રે મારા, અંતરમાં આવી વસિયો રે;

 પ્રેમાનંદનો વહાલો રે કાનો, છેલ છબિલો રસિયો રે . 

મૂળ પદ

ઉભા રે અલબેલો રે વહાલો, જીવન જમુના તીરે રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી