ઓરા આવોને સુંદર શ્યામ રે, શામળિયા ઓરા આવો૧/૩

 પદ ૧૯૬૭ મું.- રાગ ગરબી ૧/૩

ઓરા આવોને સુંદર શ્યામ રે, શામળિયા ઓરા આવો. શામ. ટેક
જીવન જોવું મૂરતિ મારા નેણા રે શિતળ થાય;
તીલ જોઇ ડાબા કાનમાં, મારા ભવના પાતક જાય રે. શામ. ૧
શોભાવંત સોળે કળા, પરિપૂરણ શ્રીમુખચંદ;
કૃપા રૂપી વરસતાં, અમૃત રસ આનંદકંદરે. શામ. ૨
એક ચિત પ્રીતિ અતિ, જુવે નિજ જન કુમુદ ચકોર;
અમૃત દ્રષ્ટૅ સિંચતા, વળી હરતા ત્રિવિધ ઘોરરે. શામ. ૩
અધર અરુણ નાસા લલિત, વળી કુંદકળી સમ દાંત;
પ્રેમાનંદના નાથજી, મારે જોયાની છે ખાંત રે. શામ. ૪

 

 

મૂળ પદ

ઓરા આવોને સુંદર શ્યામ રે, શામળિયા ઓરા આવો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી