કેસર ભીનો કાનજી રસિયો જાદવરાય; છેલ છોગાળો૨/૩

પદ ૧૯૭૧ મું.૨/૩
 
કેસર ભીનો કાનજી રસિયો જાદવરાય; છેલ છોગાળો. ટેક
નિરખીને નેણાં ઠરે મારે હૈડે હરખ ન માય. છેલ છોગાળો. ૧
નવલ મનોહર મૂરતિ મોહન ભીને વાન. છેલ છોગાળો.
વાયે મધુરી મોરલી ગાયે રસિલી તાન. છેલ છોગાળો. ૨
કામણગારી આંખડી કામણગારાં નેણ ; છેલ છોગાળો.
રંગભીના અલબેલના મુને વહાલાં લાગે વેણ. છેલ છોગાળો. ૩
હસતા સામું હેરતા લટકાળો નંદનો લાલ; છેલ છોગાળો.
પ્રેમાનંદનો નાથજી ચાલે ગજગતિ ચાલ. છેલ છોગાળો. ૪ 

મૂળ પદ

શી કહું શોભા આજની શોભે સુંદર શ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી