જમવા બેસે ત્યારે વનમાળી, ડાબા પગની પલાંઠી વાળી૫/૧૬

પદ ૨૦૨૭ મું.૫/૧૬
 
જમવા બેસે ત્યારે વનમાળી, ડાબા પગની પલાંઠી વાળી. 
તે પર મેલી ડાબા હાથની હથેલી, હાસ્ય વિનોદ હરિ કરતા કેલી. 
જમણો પગ ઉભો રાખી નાથ, તે પર મેલી જમણો હાથ. 
પ્રથમ લે છે હરિ નાનો ગ્રાસ, જમતાં શોભે ભક્તનિવાસ. 
એમ જમે છે દેવના દેવ, વાર વારે પાણી પીધાને ટેવ. 
જમતાં જણસ જમ્યાને સારી, સુંદર સ્વાદુ જણાયે ભારી. 
તે આપી મોટા સાધુ હરિજનને, પછે પોતે જમે હરિ તે અન્નને. 
જમતાં ઓડકાર ખાયે બહુનામી, પેટ ઉપર હાથ ફેરવે સ્વામી. 
ક્યારેક તો હરિ જમતાં જમતાં, સાધુ હરિજન હોયે મનગમતાં. 
તે પર પ્રસન્ન થઇને દયાળ, આપે પ્રેમાનંદ કે' પ્રસાદીનો થાળ.  ૧૦ 

મૂળ પદ

વંદુ સહજાનંદ ભવમોચન, રૂપનિધાન કમલદળ લોચન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી