એમ અખીલ ભુવનના પ્રાણ રે, કરે સ્વભાવિક ચેષ્ટા સુજાણ રે૭/૧૪

પદ ૨૦૪૫ મું. ૭/૧૪

એમ અખીલ ભુવનના પ્રાણ રે, કરે સ્વભાવિક ચેષ્ટા સુજાણ રે . 
ક્યારેક તો હરિ સ્વચ્છંદ રે, છીંક ખાવી હોયે તારે સુખકંદ રે. 
પ્રથમથી રુમાલ લઇ હાથ રે, મુખ આડો રાખી દીનોનાથ રે. 
ઉંચે સાદે છેટૅ સંભળાયે રે, એમ બે ત્રણ ભેળી છીંક ખાયે રે. 
જ્યારે બગાસું ખાયે છે હરિ ત્યારે રે, હરિહરિ* એવા શબ્દને ઉચ્ચારે રે. 
નિજ કરે કરીને સુખદેણ રે, ચોળે બે ત્રણ વાર કમળનેણ રે. 
વળી નિષ્કામ ભક્ત હોયે એવા રે, તેની કરેલી ગમે છે જેને સેવા રે. 
કોઇક રમુજે કરીને ઘનશ્યામ રે, અતિશે હસે છે અભિરામ રે. 
ત્યારે હાથે ગ્રહીને રુમાલ રે, મુખ આડો દઇ હસે કૃપાળ રે. 
એવી સહજ કૃપા હરિ કેરી રે, ગાયે પ્રેમાનંદ પ્રીતે ઘણેરી રે .  ૧૦
*”હરે હરે” પાઠાન્તર છે.

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી