એવો ઉદાર સ્વભાવ છે સ્વામીનો રે, ભક્તવત્સલ બહુનામીનો રે૧૦/૧૪

પદ ૨૦૪૮ મું.૧૦/૧૪

એવો ઉદાર સ્વભાવ છે સ્વામીનો રે, ભક્તવત્સલ બહુનામીનો રે. 
ક્યારેક તો સંત સમાજ રે, હરિની પુજા કરવાને કાજ રે. 
આવ્યા લાવ્યા પુજાનો ઉપચાર રે, ધુપ દીપ ચંદન પુષ્પના હાર રે.
નખશિખ ચરચી ચંદન અંગે રે, બાજુબંધ હાર પે'રાવી ઉમંગે રે. 
માથે પુષ્પની ટોપી ધરાવી રે, ગુચ્છ ખોસે બહુ કાનમાં લાવી રે 
પુજા કરીને આરતિ ઉતારે રે, મળે અતિ હેતે વારે વારે રે. 
નખશિખા લગી મૂરતિને જોઇ રે, હળવે હળવે લે છે ઉરમાં પ્રોઇ રે. 
ક્યારેક તો હરિવર વળી રે, નિજ કર ચરણની આંગળી રે. 
તેને મરડીને પ્રાણાઅધાર રે, કડાકા વગાડે કિરતાર રે. 
એવી ચેષ્ટાને કરતા બહુનામી રે, પરિબ્રહ્મ પ્રેમાનંદનો સ્વામી  ૧૦

મૂળ પદ

સાંભળો હરિજન એક ચીતે રે, ગાવું સ્વભાવિક ચેષ્ટા પ્રીતે રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી