આવો આવો ઓરા અલબેલડા, રસિયા વર રૂપનિધાન૭/૮

પદ ૨૦૬૩ મું.૭/૮

આવો આવો ઓરા અલબેલડા, રસિયા વર રૂપનિધાન;
રંગીલડા.આવો.                     ટેક
નિરખું નેણા ભરી રંગછેલડા, મારા મન માન્યા ભગવાન.   રંગી. ૧
રૂડા શોભો છો સુંદર શામળા, નિરખી નેણા ત્રપત ન થાય.   રંગી.
સેહેજે ચાલો છો રાજ ઉતાવળા, લટકાં કરતા ત્રિભુવનરાય.   રંગી. ૨
જોઇ રૂપ ને શીલ ઉદારતા, વળી સરળ સ્વભાવ ગંભીર.   રંગી.
નિજજનને તે નિત્ય સંભારતા, એવા ભક્તવત્સલ બલવીર. રંગી.. ૩
એવા જાણીને રમા રસિકણી, નથી મેલતી ક્ષણું એક ખ્યાલ. રંગી.
કરે મન ક્રમ સેવા ચરણતણી, ઘણું ઘણું વધારી વહાલ. રંગી. ૪
એવા ગુણસાગર તમે ગિરિધારી, સુંદરવર પરમ ચતુર.   રંગી.
વળી આનંદસિંધુ આનંદકારી, પ્રેમાનંદ રાખે નીત ઉર.   રંગી. ૫

મૂળ પદ

વહાલા વહાલી લાગે તારી મૂર્તિ, જોઇ લોભાણું છે ચિત્ત શામળિયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી