જોયા જેવારે કેસરિયો વર કાનજી, શોભે શામળિયો શિરદાર રે જોઇને જાઉં વારણે.૧/૪

પદ ૨૨૦૫ મું.- રાગ ધોળ વિવાહનો ઢાળ.૧/૪

જોયા જેવારે કેસરિયો વર કાનજી, શોભે શામળિયો શિરદાર રે;

જોઇને જાઉં વારણે. ટેક

વહાલો ઉભારે આવીને મારે આંગણે, સજી શોભિતા શણગાર રે. જોઇ. ૧

વહાલે વાઘોરે પેહેર્યો કીનખાબનો, માથે રેંટો સોનેરી છબીદાર રે. જોઇ.

કર્યું તિલક કેસર કેરું ભાલમાં, કાને કુંડલ મકરાકાર રે . જોઇ. ૨

ઉર ઉતરી અનોપમ હેમની, બાંયે બાજુ તે રતન જડાવ રે . જોઇ.

ક્ડાં વેઢ વિંટી ને સોના સાંકલા, સ્રરવે સોનેરી શિરપાવ રે. જોઇ. ૩

કેડે રેંટો બાંધ્યોરે રળિયામણો, પેહેર્યો સોનેરી સુરવાલ રે. જોઇ.

ચરણે મોજડી પેહેરીરે મોતીયે જડી, પ્રેમાનંદને જોયાનો

આવ્યો તાલ રે. જોઇ. ૪

મૂળ પદ

જોયા જેવારે કેસરિયો વર કાનજી, શોભે શામળિયો શિરદાર રે;જોઇને જાઉં વારણે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી