ઉભોરે અલબેલો વહાલો જીવન જમુના તીરે રે૧/૪

પદ ૨૨૨૩ મું.-રાગ માલીગાડો૧/૪

ઉભોરે અલબેલો વહાલો જીવન જમુના તીરે રે;
સુંદર મોરલી અધર ધરીને વાયે છે ધીરે ધીરે રે*  ઉભો. ૧
રસિયો વાયે રસાળી વંશી મધુરે સ્વર ગંભીરે રે;
સુણતા સુધ બુધ વિસરી સજની પ્રાણ હરયા બલવીરે રે.. ઉભો. ૨
મોરલીમાં માલીગાડો ગાયો સુંદર શ્યામ શરીરે રે;
વ્રજનારી નટવરને મળવા વ્યાકુળ વ્રહની પીરે રે.  ઉભો. ૩
માનુની થઇ છે મદનરસ ઘેલી નેત્ર વહે છે નીરે રે;
પ્રેમાનંદ કહે પરવશ કીધી મોહનલાલ આહીરે રે.  ઉભો. ૪
· ધીરે ધીરે રે પાઠાન્તર છે.

મૂળ પદ

ઉભોરે અલબેલો વહાલો જીવન જમુના તીરે રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી