ગજ ઉપરસું ઉતરે હરિ તબ, આઇ સિયાજી ચરન પરે૧/૭

પદ ૨૨૪૭ મું. –ઢાળ બીજો.૧/૭
 
ગજ ઉપરસું ઉતરે હરિ તબ, આઇ સિયાજી ચરન પરે;કર ગ્રહી પ્રભુકું નિજ મંદિરમેં, લે ચલે ઉર અતિ હરખ ભરે. 
પધરાયે આસન કરી પ્રીતિ, રાજ રીત ઉત્તમ આની;ચરન ધોય હસી મીલે અંક ભરી, ધન્ય ભાગ્ય અપનો માની. 
ધુપ દીપ કરી સુભગ આરતિ, ઉર ધારી લે ફૂલ માળા;પેહેરાયે પટભૂખન બહુ વિધિ, ઉપર ઓઢાયો દુશાલા. 
અર્પન કરી મેવા રુ મીઠાઇ, કર જોડી ઠાડે આગે;પ્રેમાનંદ કહે બિનતિ કરી નૃપ, ધર્મકુંવરપે વર માગે.  ૪ 

મૂળ પદ

ગજ ઉપરસું ઉતરે હરિ તબ, આઇ સિયાજી ચરન પરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી