કરે લીલા અગમ અપારરે, પૂરણ બ્રહ્મ પોતે ઉતારવા ભવ સંસારરે. ૫/૧૧

 

પદ ૧૦૨૦ મું.૫/૧૧

કરે લીલા અગમ અપારરે, પૂરણ બ્રહ્મ પોતે;

ઉતારવા ભવ સંસારરે. * પુર.  ટેક.

નંદ છોડાવ્યા વ્રજવાસીને, દેખાડ્યું વૈકુંઠ ધામરે;

માન ઉતાર્યું મધવાનું, ધરી કર ગોવરધન શ્યામ.  પુર. ૧

અગ્યાર વરસ ને બાવન દિન, રહ્યા ગોકુલમાં ગિરિધારીરે;

તે લીલાનો લેશ તે ગાયો, વ્યાસ મુનિ વિચારી.  પુર. ૨

ગિરિધારી ગોકુલ મેલીને, મોહન મથુરા આવ્યારે;

ગોપીનાથ મટીને ગોવિંદ, કુબજા કાંત કા'વ્યા.  પુર. ૩

ચાણુર મુષ્ટિક મલ્લ મારીને, કંસના કારજ કીધારે; 

પ્રેમાનંદને નાથ રાજ્ય લેઇ, ઉગ્રસેનને દીધાં.  પુર. ૪

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી