જગજીવન જાદવરાયરે, માધવ મથુરામાં; જેને વ્યાસ વિરિંચી ગાયેરે૬/૧૧

પદ ૧૦૨૧ મું૬/૧૧

જગજીવન જાદવરાયરે, માધવ મથુરામાં;જેને વ્યાસ વિરિંચી ગાયેરે.  માધ. ટેક
ખબર સાંભળી કંસને માર્યો, જરાસંઘ ચડી આવ્યોરે;મહા અભિમાની મથુરા ઉપર, એ સંગ્રામ મચાવ્યોરે.  માધ. ૧
છુટ્યા સારંગ ધનુષ્યમાંથી, માધવરાયનાં બાણરે;સેના સરવે નાશ પમાડી, ભાગ્યો લઇને પ્રાણ.  માધ. ૨
સત્તર વાર વઢ્યા તે સાથે, ભાગ્યા અઢારમી વારરે;જાઇને વસ્યા પુરી દ્વારિકા, વિશ્વતણો કિરતાર.  માધ. ૩
પટરાણી પરણ્યા કુલવંતિ, આઠ અનોપમ નારરે;પ્રેમાનંદ કહે લાવ્યા બીજી, એક સો સોળ હજાર.  માધ. ૪
 
“પારરે” પાઠાન્તર છે. 

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી