એ લીલા પરમ પુનિતરે, નરનારાયણની સાંભળજો સહુ દઇ ચિત્તરે૭/૧૧

પદ ૧૦૨૨ મું.૭/૧૧

એ લીલા પરમ પુનિતરે, નરનારાયણની ;
સાંભળજો સહુ દઇ ચિત્તરે.  નર. ટેક
થોડામાં કહી દાખું નરની, લીલા અતિ નિષ્પાપરે;
જે રીતે નરનારાયણનો, થયો જ્યાહાં મિલાપ .  નર. ૧
રચ્યો સ્વયંવર રાજા દ્રુપદ, સહુ રાજાને તેડાવ્યારે;
જાદવ કૌરવ શિશુપાળાદિક, પૃથવિપતિ ત્યાં આવ્યા.નર. ૨
પણ લીધુ દ્રુપદ રાજાએ, મચ્છ વેધ જે કરશેરે;
દ્રુપદી નામે કન્યા મારી, તે રાજાને વરશે.  નર. ૩
બ્રહ્મઋષિને રાજઋષિ સૌ, બેઠા સભા ભરાઇરે;
પ્રેમાનંદ કહે નર અર્જુનને, ખોળે કેશવ ભાઇ.  નર. ૪

મૂળ પદ

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી