ચિતવીએ ચિહ્ન મહારાજના અંગમાં, ભક્તજન ભાવસું વારવાર૫/૮

પદ ૧૧૮૪ મું.૫/૮
 
ચિતવીએ ચિહ્ન મહારાજના અંગમાં,ભક્તજન ભાવસું વારવાર. ચિતવીએ.  ટએક
વામ ભાગે વળી કંઠને ભુજ વચે,ચૌદ તીલ સુક્ષ્મ સરસ સાર.  ચિતવીએ. ૧
ડાબે પડખે વળી નવ તીલ નૌતમ,ત્રણ તીલ કાખમાં કહું છું જોઇ ;
એક તીલ અનુપમ કંબુ કંઠને વીચે,નિરખતા ભક્ત મન રે'છે મોઇ.  ચિતવીએ. ૨
ચિબુકને અધરપર કેશ રેખા છબી,અધર પ્રવાલ જોઇ ચિત્ત લોભે;
કુંદની કળીસમ દીપે દશનાવળી,કનકની રેખમાંહી સરસ શોભે.  ચિતવીએ. ૩
ડાઢમાં ચિહ્ન છે શ્યામ સોહામણાં,મંદ મુખહાસ જોઇ લાજે કામ;
ઘેરે સાદે કરી બોલતા વચન હરિ,પ્રેમાનંદનો સ્વામી ઘનશ્યામ.  ચિતવીએ. ૪ 

મૂળ પદ

કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી