ઓરા આવોને સુંદર શ્યામ, નિરખું નેણા ભરી;૧/૪

 પદ ૧૩૬૬ મું.- રાગ ધનાશ્રી૧/૪

ઓરા આવોને સુંદર શ્યામ, નિરખું નેણા ભરી;
મારા લોચનિયામાંહી માવ, રાખું જતને કરી, ઓરા. ટેક
મસ્તક મુગટ જડાવનો, કાને કુંડલ મકરાકાર;
વદન ઉપર મારા નાથજી, વારું કોટિક અત્રિકુમાર. નિરખું. ૧
ભ્રકુટિના પ્રતાપને, જાણે મોટા મુનિવર ધીર;
કાલ માયાદિક થરથરે, કંપે સુર નર અસુર પ્રવીર. નિરખું. ૨
ચપળ દ્રગન છબી ઉપરે, વારું ખંજન મધુકર મીન;
સિંધુસુતા વાંસે ફરે, જોવા લોચન થઇને દીન. નિરખું ૩
ગુચ્છ ગુલાબી ખોશિયા, બેઉ કાન ઉપર વનમાળી;
પ્રેમાનંદ થયો ઘેલડો, તીલ વામ શ્રવણમાં ભાળી. નિરખુ. ૪

 

 

મૂળ પદ

ઓરા આવોને સુંદર શ્યામ, નિરખું નેણા ભરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી