તારું રૂપ જોઇ રંગ છેલ, લોચન લોભી રહ્યા;૨/૪

પદ ૧૩૬૭ મું.૨/૪

તારું રૂપ જોઇ રંગ છેલ, લોચન લોભી રહ્યા;

કરી વરણન વારમવાર, પાતક ભવનાં ગયા. તારું ટેક

નાસા શુક શોભાનિધિ, રૂડા અધર બીંબ ચિત્તચોર;

ગોળ કપોલમાં શોભતો, રૂડો તીલ એક જમણીકોરે. લોચ. ૧

હસતું વદન શોભે ઘણું, જાણે પૂનમચંદ્રપ્રકાશ;

દાંત દાડમકળી દેખતાં, કરે શોકસિંધુનો નાશ. લોચ ૨

ચીબુકતણી શોભા ઘણી, કંબુ કંઠ શોભે સુખરૂપ;

ઉન્નત ઉરમાં ઓપી રહ્યો, રૂડો વીનગુણ હાર અનૂપ. લોચ. ૩

હ્રદય કમળમાં શોભતું, ચિહ્ન શ્રીવચ્છ રતિ એક લાલ;

નિરખી ભુજ ભરી ભેટતાં, થયો પ્રેમાનંદ નિહાલ. લોચ. ૪

મૂળ પદ

ઓરા આવોને સુંદર શ્યામ, નિરખું નેણા ભરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio & Video
3
2