કહું છું ક્યારનીરે, બાંહડલી મારી મેલ ઠગારા;૪/૪

 પદ ૧૩૮૧ મું.૪/૪

કહું છું ક્યારનીરે, બાંહડલી મારી મેલ ઠગારા; કહું છું.  ટેક

ચૂડિયું ફુટશે નંદના કુંવર, માન તું સુંદરશ્યામ;

સાસુ જાણશે કહેશે, વહુ શું આ કીધું તેં કામ.  ઠગારા. ૧

ઘુંઘટપટ ઉઘાડમાં મોહન, દેખશે ગામના લોક;

ઠેલમાં માથે ભાર છે રે, મારી લચકાશે તે ડોક.  ઠગારા. ૨

આડો આવીને ઓડ્યમાં માધવ, તોડમાં મોતીહાર;

બળિયો છું પણ બાંધી મંગાવીશ, કંસ તણે દરબાર.  ઠગારા. ૩

રહી અસુરી એકલીરે હું, ગયો સૈયરનો સાથ; 

મેલી દે ને મારા સમ છે મોહન, પ્રેમાનંદના નાથ.  ઠગારા. ૪

મૂળ પદ

દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી