જીવન જમુના તીર માડી તારો;૬/૮

પદ ૧૪૧૧ મું.૬/૮
 
જીવન જમુના તીર માડી તારો;  જીવ. ટેક
પાતળિયો પનઘટપર આવીને, ભરતાં ખાળે છે નીર.  માડી. ૧
નાહિયે ત્યાં છાનો આવીને, ચોરીને ભાગે છે ચીર.  માડી. ૨
લોકની લાજ મરજાદ ન આણે, ના જાણે પર પીર.  માડી. ૩
પ્રેમાનંદ કહે રોકીને રાખીશ, નેણાંમાં બલવીર.  માડી. ૪ 

મૂળ પદ

જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી