કામણિયારે શ્રીકૃષ્ણજી, મને કીધલા તે સુણ હેલીરે;૪/૪

પદ ૧૪૨૭ મું.૪/૪
 
કામણિયારે શ્રીકૃષ્ણજી, મને કીધલા તે સુણ હેલીરે;
હું અંજાણ બેની કાઇ નવ જાણૂં, આવી સાસરે પે'લીરે.    કામ ૧
એક સમે ઘનશ્યામજી, ધર્યા ફૂલ આભૂષણ અંગેરેઃ
ફૂલ દડોરે ઉછાળતા, આવ્યા નટવર અતિ ઉમંગેરે.       કામ ૨
આવીને હરિ ઉભલા, મારા ઓરડાને ઓસરિયેરે;
નિરખ્યા ઘુંઘટ ઓટમાં, મને વાર ન લાગી જરીએરે.     કામ ૩
ચાર નજર ભેળી થઇ, કર્યો નેણ તણો અણસારોરે;
હૈડું નવ રહ્યુ હાથમાં, બેની જીવડો ફટક્યો મારોરે.        કામ ૪
મારી બાણ કટાક્ષના હરિ થોડું થોડું હસિયારે;
એવાને એવા છેલજી, મારા ઉરમાં આવી વસિયારે.       કામ ૫
અનંગ વ્યાપ્યો મારા ઉરમાં હું તો આતુર થઇ હરિ મળવારે;
દુરિજનિયાનો ડર ઘણો, મેં તો કોઇને ન દીધું કળવારે.   કામ. ૬
તે દહાડાથી થઇ ઘેલડી, કશું કામ કાજ નવ સુજેરે;
લાગા નેણાં નાથનાં, બેની અંતર ઘાવ ન રુજેરે.          કામ. ૭
શું જાણ મને શુંયે કર્યું, હું તો દીઠા વિના દિવાનીરે;
પ્રેમાનંદના નાથની, બેની મૂર્તિ મારે મન માનીરે.                કામ ૮ 

મૂળ પદ

છોગાલા રે ઘનશ્યામજી, તારા છોગલા પ્યારા લાગેરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી