આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ દુરિજન દમવા ૧/૧

(આજ રસીયો ચાલ્યાિ રાસ મંડળ રમવા-એ રાગ)
આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ દુરિજન દમવા ||
દુરિજન દમવા હરિજનને ગમવા....               આજ પ્રગટ્યા ||ટેક||
-: સાખી :-
કૌશળ દેશ વિશે કહું, ગામ છપૈયા નામ ||
વિપ્ર સરવરીયા વંશમાં, પ્રગટ્યા પૂરણકામ ||
ધર્મ-ભક્તિને રૂડે આંગણ રમવા....                  આજ પ્રગટ્યા (૧)
-: સાખી :-
આનંદ સહુના અંગમાં, અતિસે રહ્યો ઉભરાય ||
સુરનર મુનિવર સર્વના, ચિત્ત જોવા લલચાય ||
હર, અજ, ઇદ્ર આદિ આવ્યા નમવા....              આજ પ્રગટ્યા (૨)
-: સાખી :-
પુરુષોત્તમાના જન્મથી હર અતિસે હરખાય ||
જટા જુટ ખુલ્લો ધરી તાંડવનૃત્ય કરી ગાય ||
ડમરૂને ડાક લઇ લાવ્યા રમવા....                   આજ પ્રગટ્યા (૩)
-: સાખી :-
ઘમ ઘમ ઘુઘર ઘમઘમે, ડમડમ ડમરૂ ડાક ||
ધમધમ ધરણી ધમધમે, હરગણ પાડે હાક ||
ફણીધરે ફણ સહસ્ત્ર ધરી, ધમક ખમવા....      આજ પ્રગટ્યા (૪)
-: સાખી :-
મૂર્તિ નિરખી માવની, લાવ લીધો સુરરાય ||
દુ:ખ દારિદ્ર દુર થયા, (કવિ) માવદાન ગુણ ગાય ||

સુર, મુનિ સર્વ દુ:ખ લાગ્યા શમવા....            આજ પ્રગટ્યા (૫) 

મૂળ પદ

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ દુરિજન દમવા

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી