આ વાત નક્કી, સમજુ જનને મન તો સારી લાગશે૩/૪

 (પદ ૩ જું)

૧૫ ૩/૪
આ વાત નક્કી, સમજુ જનને મન તો સારી લાગશે ||
જો સમજાશે, તો કોટી જનમની તેની ખામી ભાંગશે                              ||ટેક||
અવતાર ધર્યા ચોવીસ જ્યારે, કોઇ નિમિત કાર્ય કર્યા ત્યારે ||
કહો ધર્મનું સ્થાપન કર્યું ક્યારે....આ વાત નક્કી.                                   (૧)
કોઇ અવતારે અસુરો માર્યાં, કોઇએ પાણી ઉપર પથરા તાર્યા ||
તોય મનુષ્ય રૂપે સહુએ ધાર્યા....આ વાત નક્કી.                                   (૨)
આ તો અવતારના છે અવતારી, અગણીત જીવોને ઉદ્ધારી ||
એકાંતિક ધર્મ ધર્યો ભારી....આ વાત નક્કી.                                          (૩)
કળીયુગમાં નારાયણ ગાવે, પળમાં પ્રભુ ધામ નક્કી પાવે ||
કવિ માવ કહે ભજજો ભાવે....આ વાત નક્કી.                                        (૪)

મૂળ પદ

એક અમને તો સહજાનંદ સ્વામી સંગાથે પ્રીતડી

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી