આ કુડો કળીયુગ આવ્યો, લાખો ફીતુરો લાવ્યો; ૧/૧

 ૫૦ ૧/૧

|| સુધારાને વાદે ચડેલાઓને બે બોલ ||
વર્ણાશ્રમ ધર્મો નહીં છોડવા તથા વર્ણાંત્તર
લગ્ન નહીં કરવા વિષે ઉપદેશી કાવ્ય.
આ કુડો કળીયુગ આવ્યો, લાખો ફીતુરો લાવ્યો;
મારા બંધું, ચેતી વિચારી ચાલજો                                                                || ટેક ||
વર્ણાશ્રમના બંધ છુટ્યા, કુળના અભિમાનો ત્રુટ્યા મારાબંધુ(૧)
ભૂ, દેવો તમને ભાળી, ત્રણ વર્ણ નમે અંગવાળી                                      - મારાબંધુ ૧
બ્રાહ્મણ થઇ સાચુ ભાખો, વર્ણાશ્રમ પકડી રાખો                                       - મારાબંધુ ૨
 
માથાં પડતાં ધડ લાગતાં અદભુત રીતે આખડતાં                                 - મારાબંધુ ૪
થાનકસર સતીઓ થાતી, પતિ પાછળ તે પૂજાતી                                   - મારાબંધુ ૫
રૂડી એ કુળની રીતી, રાખો ક્ષત્રીવટ જીતી                                              - મારાબંધુ ૬
વૈશ્યો પર વીરલા કેવા, જગડુ, ભામાશા, જેવા                                         - મારાબંધુ ૭
કુળ ધર્મ તણા અભિમાની, દ્રઢ ટેક દયાળુ દાની                                      - મારાબંધુ ૮
સેવામાં સુદ્રો રહેતા, દુ;ખ વખતે માથાં દેતા                                            - મારાબંધુ ૯
વર્ણાશ્રમ ધર્મો પાળો, ટીખળ સઘળાંને ટાળો                                           - મારાબંધુ ૧૦
વર્ણાતર લગ્ને વરતા, કુળદ્રોહી, વેદ કચરતા                                         - મારાબંધુ ૧૧
તેનિ જ પ્રજા જે થાશે વ્રણસંકર તે કહેવાશે                                             - મારાબંધુ ૧૨
કુળના દેવો તજી દેશે, પૂર્વજ નહિ પાણી પીશે                                        - મારાબંધુ ૧૩
શુદ્ધ ગંગોદક છે સારૂં, પણ ભળતાં સિંધુ ખારૂં                                           - મારાબંધુ ૧૪
ભળે રજકણ બહુ ભાતીનાં, જુજવી જુજવી જાતીનાં                                  -મારાબંધુ ૧૫
ધોબિનો કુત્તો થાશે, આખર તે ખત્તા ખાશે                                               - મારાબંધુ ૧૬
વર્ણાશ્રમ ત્યાગી વરવું, એથી તો રૂડું મરવું                                              - મારાબંધુ ૧૭
શાસ્ત્રોના શબ્દો સાચા, કૃતીમ, કુડીઆના કાચા                                        - મારાબંધુ ૧૮
લાલચ મર આપે લાખો, રીતી કુળની સહુ રાખો                                     - મારાબંધુ ૧૯
કવિ માવ કથન સુખદાની, માનો તો મહેરબાની                                     - મારાબંધુ ૨૦
 

મૂળ પદ

આ કુડો કળીયુગ આવ્યો, લાખો ફીતુરો લાવ્યો;

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી