આજ કળીયુગમાં પરચા પુરે હનુમાનજી. ૧/૧

 ૫૮ ૧/૧ શ્રી કષ્ટભંજન દેવ મહિમા

(આજ કળીયુગમાં પરચા પુરે પ્રભુજી—એ રાગ)
આજ કળીયુગમાં પરચા પુરે હનુમાનજી.
કષ્ટભંજન દેવ સત્ય છે.
પ્રેમી ભક્તોની હામું પુરે હનુમાનજી,
કષ્ટભંજન દેવ સત્ય છે-                            ટેક.
સંવત ઓગણીસેં પાંચ આંસુ માસ,
વદી પાંચમને શનીવાર ખાસ,
હૈયે ગોપાળાનંદજી હુલાસ,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૧
ગમ્યું સાળીંગપુર રૂડું નામ,
સ્થાપ્યા કષ્ટભંજન સુખધામ,
વાઘા ખાચરની પૂરવાનેં હામ,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૨
કરી સ્થાપના ને આરતી ઉતારી,
ગોવિંદ સ્વામીને શુક બ્રહ્મચારી,
યોગ, દ્રષ્ટી સાધી યોગધારી,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૩
કંપી મૂર્તિ કરી કિલ્લકારી,
સ્વામી ગોપાળાનંદ સુખકારી,
મૂક્યા હાથ માથે આશિષ ઉચારી,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૪
થશે મોટા હનુમંત જેમ જેમ,
કીર્તિ વધસે ચહુખંડ તેમ તેમ,
ગોપીનાથના કોઠારી હેમક્ષેમ,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૫
વિત્યાં સો સો વર્ષો આજ વ્હાણે,
સહુ કષ્ટભંજન દેવને વખાણે,
જેના પરચા જગત બંધુ જાણે,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૬
જૈન, પારસી, પંડીત ને પુરાણી,
હિન્દુ મુસ્લીમ કાજી ને કુરાંણી,
આવે દર્શન કરવા રાજારાણી,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૭
ભૂત, ભૈરવ, પીશાચ, પ્રેત ભાગે
બ્રહ્મરાક્ષસો, જીનાત, પગે લાગે,
મહા રાહું પનોતી રજા માગે,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૮
કષ્ટભંજનજી સહુ દુ:ખ કાપે,
આયુ, પુત્ર રિદ્ધિ સિદ્ધીને આપે,
ધર્મકૂળદેવ શ્રીજીના પ્રતાપેં,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૯
શિષ્ય ગોપાળાનંદના સુજાન,
મહાપુરુષદાસજી જ્ઞાનવાન,
તેના શિષ્ય કવિ માવદાન,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૧૦
કૂળદેવ ધર્મકૂળના છે પાકા,
જેના દેશ પરદેશ પડે શાકા
કવિ માવ, કષ્ટભંજન છે કાકા,
હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે—        ૧૧
સાળંગપુર સપ્તવાર્ષીક સંવત ૨૦૧૫ આસો
મહોત્સવ વદી ૫ શનિવાર
 

મૂળ પદ

આજ કળીયુગમાં પરચા પુરે હનુમાનજી.

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી