આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે, સ્વામી સુખકારી૧/૪

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે,       સ્વામી સુખકારી
ભેળા આવ્યા પોતે પરબ્રહ્મ રે...  સ્વામી° ૧
કર્યાં અનેક જીવનાં કાજ રે...      સ્વામી°
ભાંગી ભવની ભાવટ આજ રે...  સ્વામી° ૨
આ ટાણે આવ્યા અલબેલ રે...    સ્વામી°
વળી ગઇ છે રંગડાની રેલ રે...   સ્વામી° ૩
મારે આનંદ અંગ ન માય રે...    સ્વામી°
મુનિ અખંડાનંદ એમ ગાય રે...   સ્વામી° ૪ 

મૂળ પદ

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે, સ્વામી સુખકારી

રચયિતા

અખંડાનંદ મુનિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી