હનુમંત મહા બલવંત હરો દુઃખ મારું; ૧/૧

પદ- ૧૩૦ ……………………૧/૧

સારંગપુરમાં સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીના

પધરાવેલા શ્રીકષ્ટભંજન હનુમાનજીની.

(લાવણી)

“મારે મંદિર પધાર્યા શામ થઇ બડભાગી” એ રાગ પ્રમાણે.

હનુમંત મહા બલવંત હરો દુઃખ મારું;

જય સારંગપુરના શામ સદા સંભારું. હનુમંત (ટેક)

ગુણનિધિ ગોપાળાનંદજી સદ્‌ગુરુ સ્વામી;

પધરાવ્યા તમને પ્રીતથી મહા નિષ્કામી.

તવ ચારુ ચરિત્ર પવિત્ર ધ્યાનમાં ધારું; જય સારંગપુર. (૧)

છો કષ્ટહરણ સુખ કરણ કપીશ્વર બંકા;

તવ હાક સુણી હનુમાન શત્રુ ધરે શંકા,

કર જોડી વિનતી આપ તણી ઉચ્ચારું; જય સારંગપુર. (૨)

થઇ રામ સહાયક સીતાની સુધ લીધી;

બળવંત તમે લંકાને બાળી દીધી.

લાવ્યા સંજીવની ઔષધિ લક્ષ્મણ સારું; જય સારંગપુર. (૩)

સહુ ભૂત પ્રેત ભૂતડિયો ભડકી ભાગે;

વિક્રાળ મહા વૈતાળ આવે નહીં આગે.

હોય જબરું જો કદી ઝોડ જરૂર જાનારું; જય સારંગપુર. (૪)

નવખંડ પ્રચંડ પ્રતાપ રહ્યો છે ગાજી;

નરનારી નિરખી થાય હૃદયમાં રાજી.

આવે દેશ વિદેશથી દર્શને લોક હજારું; જય સારંગપુર. (૫)

છો વિશ્વવિહારીલાલને પૂરણ પ્યારા;

મહા પ્રૌઢ પરાક્રમી પેખ્યા પવનકુમારા.

છે ઠીક ઠરવાનું ઠામ આ શરણ તમારું; જય સારંગપુર. (૬)

___________________________________

પવનકુમાર = વાયુપુત્ર – શ્રીહનુમાનજી.

મૂળ પદ

હનુમંત મહા બલવંત હરો દુઃખ મારું;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
1
 
નમુનો

અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
4
2