આ તો અંતે નથી તન કોઇનું રે,૧/૮

 II ઉપદેશ II

આ તો અંત્યે નથી તન કોઇનું
ઢાળ : કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી (ગરબી)
૧૫૭                              પદ-૧/૮
આ તો અંતે નથી તન કોઇનું રે,
 
પડી જાશે પલકમાં જરૂર;
              વારે વારે આવું તન નહિ મળે રે                   ટેક
ઘડી ભજતો નથી તું ભગવાનને રે,
              મોહ મદિરાએ ભર્યો ભરપૂર…                       વારે૦ ૧
મોહ માયામાં તું નથી દેખતો રે,
              તારે માથે છે મોતની ઘાત …..                       વારે૦ ૨
પાણી પે’લી વિચારી પાળ બાંધીએ રે,
              નૈ’તો થાશે એમાંથી ઉતપાત…                      વારે૦ ૩
મેડી મંદિરમાં મહાસુખ માણતો રે,
              કાળ લઇ જાશે નથી કાંઇ વાર…                    વારે૦ ૪
વિષય વિકારમાં અંધધંધ ચાલતો રે,
              નથી એક ઘડીનો નિરધાર …                        વારે૦ ૫
  
(૮૩)
 
તારું ડા’પણ પડ્યું સર્વે ધૂડ્યમાં રે ,
              કરવાનું કર્યું નહિ કાજ…                               વારે૦ ૬
સિદ્ધાનંદ કે’ કર રૂડું જીવનું રે,
               લોકતણી મેલીને સર્વે લાજ…                      વારે૦ ૭
 

મૂળ પદ

આ તો અંતે નથી તન કોઇનું રે,

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી