આ સમે કરી છે પૂરણ મહેર, અતિ કરુણા કરી રે લોલ; ૨/૪


આ સમે કરી છે પૂરણ મહેર, અતિ કરુણા કરી રે લોલ;
કરવા સત્ય પોતાનાં વેણ, ધર્મને કહ્યાં હરિ રે લોલ		...૧
વિચર્યા સર્વે તીરથમાંય, પાવન કર્યાં માવજી રે લોલ;
મતવાદી જીતીને કીધા વશ, નટવર નાવજી રે લોલ		...૨
ખાખી સંન્યાસી પંડિતનું, કાંઈ નવ ચાલિયું રે લોલ;
સભામાં ઉત્તર થયો ન એકે, તે મનમાં સાલિયું રે લોલ	...૩
દીવાન શાસ્ત્રી જોષી અપાર, ગર્વ કરી આવિયા રે લોલ;
જેણે જે જે પૂછી વાત, ઉત્તર હરિ આપિયા રે લોલ		...૪
સુણી સર્વે અનુપમ વાત, આચરજ પામિયા રે લોલ;
સર્વે છોડી પોતાનો મત, સ્વામી શિર સોંપિયા રે લોલ	...૫
વા’લે મારે આપ્યા પરચા અપાર, સમાધિ કરાવિયું રે લોલ;
જોઈને અનંત નરનારી દેવ, હરિની જય બોલાવિયું રે લોલ	...૬
સાધુ બ્રહ્મચારીની સુણી રીત, ઘણું રાજી થયા રે લોલ;
જ્ઞાનમુનિ કેરા સ્વામીને શરણ, થઈ સરવે રહ્યાં રે લોલ	...૭
 

મૂળ પદ

ગાવું પરમાંનંદ પરબહ્મ, પુરુષોત્તમ નાથજી રે લોલ;

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી