આજ વસંતપંચમી સુભગ દિન, રંગ ભરે ગિરધારી ૧/૪

આજ વસંતપંચમી સુભગ દિન, રંગ ભરે ગિરધારી;
કનક કળશ મધ્યે આંબા મોર ધારી, કદળી સ્થંભ સુખકારી...આજ૦ ૧

વસંતી પાગ વસંતી જામો, પે’રી કે શ્રીબનવારી;
ઝાંઝ મૃદંગ બજાવત ગાવત, કીર્તન જશ અનુસારી...આજ૦ ૨

રંગ કે માટ ભરે ચહુ દિશમેં, સબકે કનક પીચકારી;
ઊડત ગુલાલ પરસ્પર બહુ વિધ, મદનમેં ઉત્સવ ભારી...આજ૦ ૩

એહી છબી દેખન આયે મુનિવર, બ્રહ્માદિક ત્રિપૂરારી;
ધર્માનંદ મગન હરિ નિરખી, વાર વાર બલહારી...આજ૦ ૪
 

મૂળ પદ

આજ વસંતપંચમી સુભગ દિન, રંગ ભરે ગિરધારી

મળતા રાગ

ઢાળ : સંત અલૌકિક વસંત અલૌકિક

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી