આજ સહજાનંદ શ્યામને, નીરખ્યા આનંદકારી ૨/૪

આજ સહજાનંદ શ્યામને, નીરખ્યા આનંદકારી;
	નવલ મૂર્તિ ધર્મલાલની, અંતરમાં ઉતારી...આજ૦ ૧
શિર જરકસી પાઘ સોહામણી, નવલ કલંગી સારી;
	જરકસી જામા પેરિયા, રેંટા જરકસી ભારી...આજ૦ ૨
માથે કલંગી ઝૂકી રહી, મોતી તોરા છે ભારી;
	પેચ પાઘના પાપણ આવિયા, ગુછ કાનમાં ધારી...આજ૦ ૩
કંઠે કસ્તુભમણિ શોભતો, ઉરમાં કમળા પ્યારી;
	કેસર તિલક જોઈ ભાલમાં, ચડી પ્રેમ ખુમારી...આજ૦ ૪
ધન્ય ધન્ય ભક્તિમાતને, હરિપ્રસાદ વિચારી;
	ધર્માનંદ કે’ નાથમાં, રાખું વૃત્તિ સંભારી...આજ૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધન્ય મારાં નેણાંને, જોયા હરિ સુખકારી

મળતા રાગ

રામગ્રી ઢાળ : મન રે માન્યુ નંદલાલ શું

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી