વહાલા મારા જમીએ વનમાળી રે હૈડું હરખે છે ભૂધર ભાળી ૪/૪

વહાલા મારા જમીએ વનમાળી રે, હૈડું હરખે છે ભૂધર ભાળી. વ૦
આંબાસાળ ને સૂત્ર ત્રિપાંખી રે, કીધો ભાત કેસર માંહી નાંખી રે ;
જમતાં નિરખી ઠરે મારી આંખી. વ૦૧
આંબા રસ ને કેળાં ધર્યાં આગી રે, માખણ સાકર લેજો માગી રે ;
દયા કરીને મ થાજો ત્યાગી. વ૦ર
છૂટી ખીચડી રાંધી છે ખાંતે રે, તાજું ધૃત પીરસ્યું રૂડી ભાતે રે ;
મારા નાથજી જમજો નિરાંતે, વ૦૩
સારો કરમલડો સખરાણું રે, દહીં લેજો ઝાઝું છે દુઝાણું રે ;
કાના જમતાં ન કરીએ ધેંગાણું. વ૦૪
મીઠા દૂધનો કીધો છે માવો રે, હાથે સાકર નાખી હલાવો રે ;
ચોખા લઇને પ્રીતમજી શિરાવો. વ૦પ
સુગંધી કાલિન્દ્રનાં વારી રે, ભરી કંચન કેરી ઝારી રે ;
ચલું કીજીએ દેવ મોરારી. વ૦૬
તાજાં પાન કાથો ચૂનો લાવું રે, તજ લવિંગ સોપારી ચુરાવું રે ;
બીડી લઇમુખવાસ કરાવું. વ૦૭
ચર્ચું કેસર ચંદન સારું રે, શણગારીને આરતી ઉતારું રે ;
બ્રહ્માનંદ કહે ઘડી ન વિસારું. વ૦૮

મૂળ પદ

જમો મારા નાથ જુગતિ કરીને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
1
0