આજે શોભે સખી અલબેલડો, અનિહારે રસિયોજી શ્રીઘનશ્યામ ૧/૩

આજે શોભે સખી અલબેલડો, અનિહારે રસિયોજી શ્રીઘનશ્યામ;
માથે પાઘડલી રળિયામણિ, અનિહારે રૂડું છોગું શોભા ધામ...૦ ૧

માંયે ફૂલડાના તોરા ઝૂકી રહ્યા, અનિહારે કાને કુંડળ મકરાકાર;
ભાલે કેશર તિલક રૂડું કર્યું, અનિહારે તેની શોભા અતિશે સારી...૦ ૨

નાસિકા નમણી નાથની, અનિહારે રૂડી આંખલડી અતિ અણિયારી;
સરવે મગન થઈ માનની, અનિહારે નટવરજીને નિહાળી...૦ ૩

એક રેખા ભાલમાં રૂડી અતિ, અનિહારે રૂડી તિલકને આકાર;
વાલો ત્યાગાનંદનો વાલ્યમો, અનિહારે શોભે છે સુંદર સાર...૦ ૪
 

મૂળ પદ

આજે શોભે સખી અલબેલડો, અનિહારે રસિયોજી શ્રીઘનશ્યામ

મળતા રાગ

ગરબી

રચયિતા

ત્યાગાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી