સખી રે ગણપતિ પુજન કીધલાં, હવે માત્રિકા થાપન થાય રે; ૧/૧

૫૦                                        પદ-૧/૧/૬૬રાગ ધોળ.

(ઢાળ – સખી રે આજ આનંદ મારા ઉરમાં.)

સખી રે ગણપતિ પુજન કીધલાં, હવે માત્રિકા થાપન થાય રે;

વધાઇ વાજે આજ તુલસીજીને માંડવે.

સખી રે વેદ ધુનીરે વિપ્ર ઉચરે, હરખે માનની મંગલ ગાય રે.-        વધાઇ૦૧

સખી રે પીળા પિતાંબર ઉપરે, પધરાવ્યાં માત્રિકા લઇ નામ રે.       વધાઇ૦

સખી રે પદ્મા ગૌરી ને સચિ સાવિત્રી, મેધા વિજ્યા જયા સુખધામરે.  વધાઇ૦૨

સખી રે દેવયાની ને સ્વદ્ધા દેવિયો, સ્વાહામતિરે લોકમાત રે.         વધાઇ૦

સખી રે ઘ્રતિ પુષ્ટિ ને તુષ્ટિ માનની, ગોત્ર દેવિયો સોહે સાક્ષાત રે.    વધાઇ૦૩

સખી રે સાત વસુંધરા ધૃતની સહિત, પુજ્યા દેવિયો રે કરી પ્રીત રે.  વધાઇ૦

સખી રે નંદી શ્રાદ્ધ સંપૂરણ કીધું, વેદ વિધિયે સહિત રે.                વધાઇ૦૪

સાખી રે ગોત્રદેવિ ને ગોત્રી સહુ મલી, આપે આશિર્વચન વારંવાર રે. વધાઇ૦

 

સખી રે પ્રેમાનંદ કહે રહો અવિચલ, જોડી તુલસી ને કૃષ્ણ કિરતાર રે. વધાઇ૦૫

મૂળ પદ

સખી રે ગણપતિ પુજન કીધલાં, હવે માત્રિકા થાપન થાય રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0