કેસરીયો પરણવા જાય પ્રભુ તુલસી રે ૧/૧

૫૭                                            પદ-૧/૧/૬૬
(ઢાળ- ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂર્તિ મારે.)
જાન સજીને જદુપતિરે, ઉઘલીને ઉભલા બહાર રે
 
કેસરીયો પરણવા જાય પ્રભુ તુલસી રે.                       ટેક.
જાનૈયા બહુ શોભતા રે, ગજ રથ અશ્વે અસવાર રે.             કેશરીયો૦ ૧
કસુંબલ કેશરિયા બણ્યા રે, જાનૈયા રંગ ચોળે રે.               કેશરીયો૦ ૨
રતન મણિ મોતીડે કરી રે, શોભે છે ઝાકમ ઝોળ રે.            કેશરીયો૦ ૩
જાન બની જગદીશની રે, સરવે છબીનું રે ધામ રે.             કેશરીયો૦ ૪
રતિ વરવા જાણે ચાલિયા રે, જાન સજી કામ રે.               કેશરીયો૦ ૫
પાલખીમાં બહુ પોઢીયા રે, મુનિવર ને દ્વિજરાય રે.            કેશરીયો૦ ૬
અમર શોભે છે વિમાનમાં રે, માનુનિ મંગળ ગાય રે.           કેશરીયો૦ ૭
છત્ર ચમર શિર શામને રે, ઝળકે છે કનક નિશાન રે.          કેશરીયો૦ ૮
છડીદાર બોલે બહુ આગળે રે ચતુરંગણી ચાલી જાન રે.      કેશરીયો૦ ૯
વાજાં વાજે બહુ ભાતનાં રે, ગોમુખ પણવ શરણાઇ રે.       કેશરીયો૦ ૧૦
દેવનાં દુંદુભી ગડગડે રે, પ્રેમાનંદ કહે સુખદાઇ રે.              કેશરીયો૦ ૧૧ 

મૂળ પદ

કેસરીયો પરણવા જાય પ્રભુ તુલસી રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી