જીરે કુંવરીયે કૃષ્ણજીને કાવીયું, અલબેલા ઉતાવળો આવ; ૧/૧

૫૯/પદ-૧/૧/૬૬
(ઢાળ- સખીરે આજ આનંદ મારા ઉરમાં.
 
જીરે કુંવરીયે કૃષ્ણજીને કાવીયું, અલબેલા ઉતાવળો આવ; મુખડું તે જોઇ સુખ ઉપજે રે. ટેક.
જીરે આવડી તે વાર તમને ક્યાં થઇ, સુંદરવર નટવર નાવ.           મુખડું૦ ૧
જીરે વાટડી મેં જોઉં ઉભી ક્યારની, વરણાગીયા વર તારે કાજ.     મુખડું૦
જીરે રાત દિવસ રટણા લાગી રહી, મારાં નેણાં સફળ કરો રાજ      મુખડું૦ ૨
જીરે કેશરીઆ તમ કારણે, મારા જીવમાં જંપ ન થાય.                 મુખડું૦
જીરે વદન જોયા વિના જાદવ, મારે પળ જુગ જેવડી જાય.            મુખડું૦ ૩
જીરે રૂપ તારૂં રંગ છેલડા, મારે ખુતું છે ચિત્તડા માંય.                  મુખડું૦
જીરે માળા રટું છું તારા નામની, પળે પળે લાગું તારે પાય.           મુખડું૦ ૪
જીરે દીન જાણીને દયા આણજો, હું તો દાસી ચરણની નાથ.           મુખડું૦
જીરે અલબેલડા આવી ઉતાવળા, હરિ ગ્રહણ કરો મારો હાથ.          મુખડું૦ ૫
જીરે સંભારતાં સમાચાર આવિયા, આવી કેશરીયા કુંવરની જાન.      મુખડું૦
જીરે પ્રેમાનંદ પ્રભુજી પધારિયા, ઉતર્યાં ગગનથી અમર વેમાન.       મુખડું૦ ૬ 

મૂળ પદ

જીરે કુંવરીયે કૃષ્ણજીને કાવીયું, અલબેલા ઉતાવળો આવ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી