ઋષિ પત્નિ નવરાવે કરિ પ્યાર રે, મંત્ર ભણે મૂર્તિમાન વેદ ચાર રે; ૨/૨

૭૧                                          પદ-૨/૨/૬૬
ઋષિ પત્નિ નવરાવે કરિ પ્યાર રે, મંત્ર ભણે મૂર્તિમાન વેદ ચાર રે;
મિઠે સ્વરે ગંધર્વ કરે છે ગાન રે, અપ્સરા નાચે છે તોડી તાન રે. 
દેવગણ વાજાં વજાડે બહુ પેર રે, સહુ જનને થઇ લીલા લેર રે;
વાજે દેવ દુંદુભી તુલસીજી નાયે રે, તાલ મૃદંગ વાજે ઓછવ થાયે રે.   
કરે સુર પુષ્પ વૃષ્ટિ વારંવાર રે, કરે જન જે જે શબ્દ ઉચાર રે;
પ્રેમાનંદ કહે રૂડિ રીતે નવરાવ્યા રે,પિતાંબર પેરાવી મંડપમાં લાવ્યા રે

મૂળ પદ

તુલસીજીયે રૂપ અનુપમ કીધું રે, સુરનર મુનિને દર્શન દીધું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી