સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે; ૧/૨

રાગ : ધોળ - પદ-૧/૨
સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે;
સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણસી જાય જો વાત રે... સંતો૦
સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે;
સંતો રગ રગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે... સંતો૦
સંતો સોબત ના ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે;
સંતો નિયમ ન ગમે પછી નાથના, માને મોકળે સુખ રે... સંતો૦ 
ત્યારે કરવાનું તે ક્યાંથી કરે,  થાય ન કરવાનું કામ રે;
કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે... સંતો૦

મૂળ પદ

સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે;

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી