સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે; ૨/૨

પદ-૨/૨
સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે;
સંતો જ્યાં જ્યાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે... સંતો૦
સંતો લેશ વચન જો લોપીએ, અતિ થઇ ઉન્મત્ત રે;
સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઇ જાય ખત રે... સંતો૦ 
કોઇ સો કન્યા પરણાવે સુતને,  પછી મરે મોટિયાર રે;
સંતો રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે... સંતો૦
એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે;
કહે નિષ્કુળાનંદ તેને નિરખતાં, સંત ન માને સુખ રે.... સંતો૦

મૂળ પદ

સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે;

રચયિતા

ન���ષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી