અબલા અમે ક્યાં આવું વાલા ન જડે વાટ, મોહન માનોને ૨/૪

 ૬૪૯          પદ-૨/૪

અબલા અમે ક્યાં આવું II વાલા ન જડે વાટ, મોહન માનોને II
રાખી રહી છું પ્રાણ પ્રીયા II તમ સંગ રમવા માટ                    II મો II ૧ II
માવા મરજી તમારી II લોપુ નૈ લગાર II મો II
તન ધન સોતુ તમ અર્થે II કર્યું મેં ઘરબાર II                           ॥ મો II૨II
ગુણના સાગર છો સ્વામી II હું તો નગણી નાર II મો II
જીવન ઝાઝું શુ કહીયે II તમને વારંવાર II                               ॥ મો II૩II
અમ સરખા અસંખ્ય તમને II ઇચ્છે આઠુ જામ II મો II
અમારે તો એક તમે II ઠરવાનું છો ઠામ II                                ॥ મો II૪II
રેશું હાજર જોડીને II હરિવર તમને હાથ II મો II
કેશો તે કરશું અમે II ભૂમાનંદના નાથ II                                  ॥ મો II૫II
 

મૂળ પદ

મોહન તમને મળવાને તલફે મારું મન, મંદિર માલોને

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી