આજ તો અમારા રે ભાગ્ય ઉદય થયા રે નિરખ્યા નટનાગર નવલકિશોર૩/૪

 ૬૮૩      પદ-૩/૪.

આજ તો અમારા રે ભાગ્ય ઉદય થયા રે II નિરખ્યા નટનાગર નવલકિશોર II
કાને કુંડળ લળકે રે ઝળકે મુકટ મોતીનો રે II સુંદરભાલે કેશર ચંદનખોર                IIઆજII૧II
તોરાગજરા બાજુ રે પોંચી કડાં સાંકળા રે II વૈજંતિમાળા મોતીનો હાર II
ફૂલદડો કરમાં રે સુંદર ઉછાળતા રે II ગંધ લોભી ભમર કરે ગુંજાર                           IIઆજII૨II
જરકસી જામો રે છાઇ રયો ચાખડી રે II ફૂલછડી શોભે સુંદર હાથ II
કમલ સરખા નયન રે મીઠા વેણ મુખના રે II કાળજ કોરે ભૂમાનંદનો નાથ                IIઆજII૩II
 

મૂળ પદ

મંદિર મારે આવ્યા સ્વામી સૂરજ ઉગતે રે વધાવ્યા મેં ભરી મોતીનો થાળ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી