મૂર્તિ તમારી સુખાકાર હો, આવું સુખ મેં જોયું નહિ કોઇમાં ૧/૧

 મૂર્તિ તમારી સુખાકાર (૨)

આવું સુખ મેં જોયું નહિ કોઇમાં

 

તારી કોમળતા જેવી કોમળતા નથી ફૂલોમાં

તારી સુગંધી જેવી સુગંધી નથી ફૂલોમા

દિવ્ય દિવ્ય તારો  છે આકાર

આવુ રૂપ મે જોયું નહિ કોઇમાં...  મૂર્તિ તમારી …૧

 

તારી શિતળતા જેવી શિતળતા નથી ચંદામાં

તારી ચપળતા જેવી ચપળતા નથી મૃગોમાં

ચાલ તારી છે છટાદાર

આવી ચાલ મેં જોઇ નહિ કોઇમાં..મૂર્તિ તમારી…..૨

 

તમારું હેત દયા પામી પ્રભુજી અમે આવ્યા જગતમાં

તમારી સામર્થી પ્રતાપે પ્રભુજી અમે ગણાયા ભગતમાં

હેત દયા ક્ષમાના ઉદાર,

આવા ગુણો મે જોયા નહિ કોઇમાં.. મૂર્તિ તમારી…૩

 

તારી મોહકતા જેવી મોહકતા નથી માયામાં

જ્ઞાનજીવન કહે પ્રેમ થયો છે મને તારી કાયામાં

શક્તિ તમારી છે અપાર

આવી શક્તિ મે જોઇ નહિ કોઇમાં.. મૂર્તિ તમારી …૪

મૂળ પદ

મૂર્તિ તમારી સુખાકાર હો, આવું સુખ મેં જોયું નહિ કોઇમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0