સકલ વ્યોમમાં ગુંજે આજે યશગાથા મહારાજની ૧/૧

યશગાથા – ૧

જય બોલો, જય જય બોલો બોલો

જય ઘનશ્યામ જય નિલકંઠ

જય બોલો જય સહજાનંદની

સકલ વ્યોમમાં ગુંજે આજે યશગાથા મહારાજની

જય સ્વામિનારાયણની જય સ્વામી સહજાનંદની

શુભ સવંત એ અઢારસો ને સાડત્રીસના વર્ષે

ચૈત્ર માસની સુદ નવમીએ દેવો નાચે હર્ષે

જય સરવાર જય સરયુ નીર…           

જય બોલો છપૈયા ધામની….    સકલ વ્યોમમાં ગુંજે..

પૂર્વ દેશની પૂન્ય વાટીકે ધર્મકુલ જે ખિલ્યું

તેની મહેકે સકલ જગત પણ આજ જુઓ મહેક્યુ

જય ધર્મદેવ જય ભક્તિમાત

જય બોલો શ્રી ઘનશ્યામની…   સકલ વ્યોમમાં ગુંજે..

મુક્ત અને મુજ ધામ ગુણાતીત જુએ રાહ પશ્ચિમ દેશે

એ સંકલ્પે ગૃહ તજીને નિસર્યા વર્ણીવેષે

એ ધર્મ ધજા શ્રી જટાધારી

જય બોલો વર્ણીરાજની ….      સકલ વ્યોમમાં ગુંજે..

બટુકવેષે બાળાજોગી શીત ઉષ્ણને સહતા

વનવન વિચરી હિમગિરીમાં યોગ સિદ્ધ એ કરતા

નમ્યા યોગી સિદ્ધો સર્વે

જય નિલકંઠ મહારાજની…       સકલ વ્યોમમાં ગુંજે..

સકલ તીરથને પાવન કરતા સાત વર્ષ વનમાં વિચરી

રામાનંદના મઠમાં વસ્યા, નવિન આભા ત્યાં પ્રસરી

ધન્ય લોજ ધામ, ધન્ય ગુજરાત,

જય બોલો સરજુદાસની…       સકલ વ્યોમમાં ગુંજે..

ભીંત તણું ત્યાં છિદ્ર પૂરાવી શુદ્ધી ધર્મની કીધી

નરનારીની જુદી સભાથી, ભક્તિ નિર્મળ કીધી.

જય શુદ્ધ ધર્મ ભક્તિદાતા

જય બ્રહ્મચર્ય પ્રતિપાળની..       સકલ વ્યોમમાં ગુંજે..

 

યશગાથા –૨

જય બોલો, જય જય બોલો બોલો

જય સહજાનંદ જય નારાયણમુની,

જય સ્વામિનારાયણની           સકલ વ્યોમમાં ગુંજે..

ભક્ત દુઃખે થાયે કોટી વીંછીનું દુઃખ મને રોમે રોમે

તુજભક્તો સૌ અન્નવસ્ત્રનું દુઃખ કદીએ ન પામે

નિજ ગુરૂ સમીપે બે વર માગ્યા,

જય હો કરૂણાધામની              સકલ વ્યોમમાં ગુંજે..

કૃષ્ણભક્ત શ્રીકૃષ્ણ દેખે શિવભક્ત શંકરને

જૈનો સૌ તીર્થંકર દેખે મુસ્લીમ પયગંબરને

કરાવી દિવ્ય સમાધી એ

જય પૂર્ણ પુરૂષોત્તમની               સકલ વ્યોમમાં ગુંજે..

સૂર્યમંડળે શોભે સૂર્ય ચંદ્રમંડળે શોભે ચંદ

સ્ત્રીધન ત્યાગી સંતમંડળે શોભે સ્વામી સહજાનંદ

કીધા કાલવાણીએ એક રાત્રીએ

પરમહંસો પાંચસો                 સકલ વ્યોમમાં ગુંજે..

યોગસિદ્ધ ગોપાળાનંદ ને પ્રેમીભક્ત પ્રેમાનંદ

બૃહદ્વૈરાગી નિષ્કુળાનંદ વિદ્વતવર્ય નિત્યાંનંદ

જય મૂક્તાનંદ જય બ્રહ્માનંદ

જય ગુણાતીતનંદની                સકલ વ્યોમમાં ગુંજે..

નિર્લોભી નિઃસ્વાદી સાથે નિઃસ્નેહી ને નિષ્કામી

નિર્માની એ પંચવ્રતોથી ત્યાગીઓ શોભા પામી

બહુજનને પાવન કીધા

જય સહજાનંદી સંતની            સકલ વ્યોમમાં ગુંજે..

 

યશગાથા –૩

જય સદાચારના પ્રેરકની જય ધર્મતણા સરતાજની

સકલ વ્યોમમાં ગુંજે આજે યશગાથા મહારાજની.

જન્મ થતા દૂધ પીતી થાતી બાળાઓ સૌ કરમાતી

સતીપ્રથાની જ્વાળાઓમાં અરે અરે વિધવા બળતી

એ અબળાઓને ઉગારી,

જય બોલો તારણહારની           સકલ વ્યોમમાં ગુંજે..

રચી દેવાલય અલગ સ્ત્રીઓના સ્ત્રી ઉપદેષ્ટા કીધી

જ્ઞાનભક્તિના સદ્‍ગુણોથી ગૃહલક્ષ્મી સૌ દીધી

જય જીવુબા જય લાડુબા,

જય બોલો વનિતાત્રાતની         સકલ વ્યોમમાં ગુંજે..

રસના વશ થઈ માંસ ખાવાને ભૂદેવો લલચાતા

કરી શ્રુતિના વિરુદ્ધ અર્થો હિંસક યજ્ઞો કરતા

સત્યાર્થ જણાવ્યાં વેદોના

જય અહિંસ યજ્ઞાકારની            સકલ વ્યોમમાં ગુંજે..

 તખોપગી ને મુળજી લવાણો જોબન મહાલુંટારો

અંધારે અટવાતી એવી કરાળ કાંટાળી કોમો

નિજ અમીદૃષ્ટિથી સંસ્કાર્યા,

જય અધમ ઉદ્ધારકનાથની        સકલ વ્યોમમાં ગુંજે..

રાતદિવસનાં પૂણ્ય પ્રવાસે ધરા ધર્મથી ભીંજી

રંગોત્સવના ભક્તિ રંગે હૈયે નિર્મળી સીંચી

જય ઘેલા નદી, જય ગોમતી,

જય માણકીના અસવારની        સકલ વ્યોમમાં ગુંજે..

શિક્ષાપત્રીના માર્ગદ્વીપ તો અટવાતાને પાર કરે

વચનામૃતના સરળ બિંદુઓ બદ્ધજનોને મૂક્ત કરે

પરાવાણીનો દિવ્ય ગ્રંથ (આ)

જય દાદાના દરબારની           સકલ વ્યોમમાં ગુંજે..

રચી મંદિરો ગગન ચુંબતા મૂર્તિમાન કીધી ભક્તિ

કથા કીર્તન પૂજા આરતી એમાં નિત્યે જગમગતી

જય વડતાલ જય અમદાવાદ,

જય બોલો ગઢડાધામની          સકલ વ્યોમમાં ગુંજે..

મૂળ પદ

સકલ વ્યોમમાં ગુંજે આજે યશગાથા મહારાજની

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0