આજનું દરશન શું કહું સજની, મંદ હસવું મુખ લાગે વાલું;૨/૪

૨૮                             પદ-૨/૪

આજનું દરશન શું કહું સજની, મંદ હસવું મુખ લાગે વાલું;
કરણ કળી કમખામાં શ્યામ તિલ શોભતો, સર્વ હરિજન ઉર અજવાળું. આજનું. ૧
ભાલ વિશાળમાં તિલક કેસર તણું, કંકુનો ચાંદલો મધ્ય કીધો;
વાસુદેવ સદનમાં સોહે જેમ લક્ષ્મી, લખી હરિ લલવટ લાવ લીધો.      આજનું. ૨.
અંશ ભુજ આંગળી જાણી ચોળાફળી, અંજળી કમળ સમ કરભ કાજુ;
દંડ ગજસુંઢ કરવલય પોંચી ધરી, ગુચ્છ ગજરા ધર્યા બાંયે બાજુ.        આજનું. ૩.
ઉર વિશાલમેં અર્ધ શશિ આકૃતિ, પચરંગી પુષ્પના હાર પેર્યા;
 વૈષ્ણવાનંદ કહે શ્વેત શિર પાગમેં, કુંદ ગુલદાવદી ફુલ પેર્યા.              આજનું. ૪.

મૂળ પદ

નીંબના વૃક્ષ તળે ચોતરા ઉપરે, નાથ નિરખ્યા ભરી આજ નેણા;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી