આજ સજની અમે રજની મહારાજ શું, રંગ ભર રમીને ઉમંગ વાધ્યો;૧/૪

૩૧                             પદ-૧/૪
આજ સજની અમે રજની મહારાજ શું, રંગ ભર રમીને ઉમંગ વાધ્યો;
અમ શું ભેળા ફરી તાલ દૈ દૈ હરિ, મુખ શું આલાપ કરી નૃત્ય સાધ્યો.              આજ.   ૧.
 ચરણ ગતિ હંસ ગજ લજત ઉતાવળી, આવળી મધ્ય અલબેલ આળી;
હાથ લટકે હરિ અમને પરવશ કરી, ભક્ત વશ અમ સામું ભાળી.                  આજ.   ૨.
 ગુચ્છ ગજરા ધર્યા શિર શેખર સર્યા, અંગ ફળે ભર્યા રંગ રસિયો;
ધોતી ધરી જલા કેડ્યે કટિ મેખલા, અંશ ઉપરણો કટિ સંગ કસિયો.                આજ.   ૩.
 મૂર્તિ મંગલ ભરી ફરત ગતિ ફુટડી, ચતુરપણું શુ કહું ચિત્ત ચોરે;
વૈષ્ણવાનંદ કહે નયણ કરુણા ભર્યા, જોઈ જનને કરે જાદુ જોરે.                    આજ.   ૪ 

મૂળ પદ

આજ સજની અમે રજની મહારાજ શું, રંગ ભર રમીને ઉમંગ વાધ્યો;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી