આજની રજનીમાં સજની હું એકલી, સેવતા શામ પરભાત પામી;૪/૪

૩૪                             પદ-૪/૪
આજની રજનીમાં સજની હું એકલી, સેવતા શામ પરભાત પામી;
અરુણ ઉદે કરી જાગીયા નહી હરિ, સર્વ આવ્યા ફરી દર્શ સ્વામી.              આજ.   ૧
 તાલ મરદંગ ધરી જંત્ર સારંગી પરી, મુખશુ આલાપ ભરી ભાવે ગાવે,
દેવ મુનિ નારી નર ઈન્દ્ર અજ આદિ હર, સ્વામી મુખ દેખવા આવ્યા ભાવે.   આજ.   ૨
 ગાન કરી થાકિયા તોય નવ જાગિયા, જન અનુરાગિયા સર્વ જાણ્યા.
ભક્ત પૂરણ લખી દર્શ દેવા સખી, સંત રતિ તેણે રખે સ્નેહ તાણ્યા.              આજ.   ૩
 જોગનિદ્રા થકી જબકીને જાગીયા, જેમ શશિ અભ્ર થકી થાય અળગો.
 ઉર ધરિ મૂર્તિ હરિ અંગ આળસ ભરી, વૈષ્ણવાનંદ ધરી મન વળગ્યો.         આજ.   ૪
 

મૂળ પદ

આજ સજની અમે રજની મહારાજ શું, રંગ ભર રમીને ઉમંગ વાધ્યો;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી